વલસાડ: તાજેતરમાં ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસની ચૂંટણી યોજાઈ હતી જેમાં ગુજરાત પ્રદેશ યુવક પ્રમુખ અને તમામ જિલ્લા અને વિધાનસભામાં પ્રમુખ-ઉપ પ્રમુખ અને મહામંત્રીઓની વરણી કરવામાં આવેલ ત્યારે તેમણે આજરોજ વલસાડ ખાતે સભા સંબોધી હતી.
Decision Newsને મળેલી જાણકારી અનુસાર તમામ હોદ્દેદારોની વરણી થઈ ગયા બાદ ગુજરાત યુવક કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ વિશ્વનાથસિંહ હરિસિંહ વાઘેલા અને ગુજરાત યુવક કોંગ્રેસના પ્રદેશ પ્રભારી શ્રી મહંમદ શાહિદજી વિવિધ જિલ્લાની જિલ્લા યુવક કોંગ્રેસ કારોબારી મીટિંગ લેવા માટે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે ત્યારે અનુસંધાનમાં ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસ પ્રમુખ વિશ્વનાથ સિંહ વાઘેલા અને ગુજરાતના પ્રભારી મોહમ્મદ શાહિદની ઉપસ્થિતિ માં વલસાડ જિલ્લાની પ્રથમ વિસ્તૃત કારોબારી રાખેલ હતી. જેમાં વલસાડ જિલ્લાના તમામ યુથ કોંગ્રેસના જિલ્લા ના હોદ્દેદારો સહિત કોંગી કાર્યકર્તા ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત યુથ કોંગ્રેસના વિશ્વનાથસિંહ હરિસિંહ વાઘેલાએ મીડિયાને કહ્યું કે આવનારી ચૂંટણીમાં કોંગ્રેસ ના યુવાની ટીમ બુથ લેવલ ઉપર ઘરે ઘરે જઈ લોકોને ભાજપ સરકારના જૂઠા વાયદા વચનોને ઉજાગર કરી આવનાર ચુંટણીમાં કોંગ્રેસનો પાયો મજબૂત બનાવશે તેમજ વિવિધ પ્રકારની કમિટીની રચના કરીને સંગઠનને મજબૂત બને તેવી કામગીરી હાથ ધરવામાં આવશે. સાથે સાથે ભાજપ સરકાર ઉપર બજેટને લઇને આકરા પ્રહારો કર્યા હતા.
આ પ્રસંગે કોંગ્રેસના જિલ્લાના પ્રમુખ દિનેશ પટેલ પૂર્વ વિરોધ પક્ષનાના નેતા તેમજ પારડી સાંઢપોરના સરપંચ ભોલા ભાઈ પટેલ તેમજ વલસાડ યુથ કોંગ્રેસ પ્રમુખ કુંજલી બેન પટેલ સહિત તાલુકા તેમજ જિલ્લાના યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓએ હાજરી આ[પી હતી.

