આજરોજ મોદી સરકારના નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ત્રીજા કાર્યકાળનું સામાન્ય Budget 2022-23 નું ત્રીજુ બજેટ રજૂ કર્યું જેમાં બજેટ રજૂ કર્યા પછી નિર્મલા સીતારમણે નાણામંત્રી તરીકે ચોથું બજેટ ભાષણ આપ્યું હતું. કોરોના રોગચાળા વચ્ચે આ બીજું બજેટ છે.

આવો જાણીએ બજેટમાં શું થયુ મોંઘુ ? ઈમિટેશન જ્વેલરી પર કસ્ટમ ડયુટી વધશે, છત્રી 20 ટકા મોંઘી કરવામાં આવી છે. શું થયું સસ્તું ? ચામડું, કાપડ, ખેતીનો સમાન, પેકેજીંગના ડબ્બા, મોબાઇલ ફોન ચાર્જર અને ડાયમંડ સસ્તા થશે. હીરાની જ્વેલરી પર કસ્ટમ ડયુટી સસ્તી કરવામાં આવી છે. સ્ટીલ કોપર, નાયલોનના કપડા, સોનું અને નેપ્થા જેવી વસ્તુઓ સસ્તી થશે. વિદેશથી આવનાર વસ્તુઓ પણ સસ્તી થશે. સરકારે કોર્પોરેટ ટેક્સ 18 ટકાથી ઘટાડીને 15 ટકા કરવાની જાહેરાત કરી છે.

રેલવે નાના ખેડૂતો અને સાહસો માટે કાર્યક્ષમ લોજિસ્ટિક્સ વિકસાવશે. જેના દ્વારા સ્થાનિક ઉત્પાદનોની સપ્લાય ચેઇન વધારવા માટે ‘વન સ્ટેશન, વન પ્રોડક્ટ’ યોજના પણ શરૂ કરવામાં આવશે. તેનાથી દેશના વિકાસને વેગ મળશે. સરકાર તેલીબિયાંનું ઉત્પાદન વધારવા માટે કામ કરશે. વર્ષ 2023ને મોટું અનાજ વર્ષ જાહેર કરાશે

આજના બજેટમાં ગયા વખતની જેમ આ વર્ષે પણ પેટ્રોલ અને ડીઝલને લઈને કોઈ જાહેરાતો કરવામાં આવી નથી. હેલ્થ ઇન્સ્યોરન્સ પર GST માં ઘટાડોને લઈને પણ કઈ કરવામાં આવ્યું નથી. પરંતુ આ વર્ષે બજેટમાં કઈ ખાસ મળ્યું નથી એમ લોકો કહી રહ્યા છે.