નાંદોદ: ગતરોજ દક્ષિણ ગુજરાતના નર્મદા જિલ્લાના નાંનોદના વિધાનસભા પૂર્વ ધારાસભ્ય શબ્દશરણ તડવીને ફૂડ કોર્પોરેશનમાં કન્સલેટિવ ડિરેક્ટર તરીકે થઈ નિમણૂંક કરવામાં આવતાં સમગ્ર વિસ્તારમાં તેમના સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે નર્મદા ગરુડેશ્વર તાલુકાના ડેકાઇ ગામના વતની અને વર્ષોથી ભાજપના સક્રિય કાર્યકર થી લઇ નાંદોદના ધારાસભ્ય અને રાજ્ય સરકારના પૂર્વ વન અને પર્યાવરણ મંત્રીની સફરમાં સ્થાનિક લોકો માટે કે ભાજપ માટે ખૂબ દિલથી સતત દોડીને શબ્દશરણ તડવીએ કામગીરી કરી છે.
કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને અમિત શાહ દ્વારા તેમની કામગીરીની નોંધ લઈ ખૂબ ઉમદા કાર્યનુ ફર આજે મળ્યુ છે. તેમને કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના ગુજરાતના કન્સલેટિવ કમિટીના ડિરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર નર્મદા જિલ્લામાં ખુશીની લહેર જોવા મળી રહી છે. આ અંગે શબ્દશરણ તડવી જણાવ્યું હતું કે તેઓએ નિમણુંક બદલ કેન્દ્ર અને રાજ્ય સરકારનો ખુબ ખુબ આભાર માન્યો છે. આ સાથે તેમણે આ વિભાગમાં જરૂરી કામગીરી શરૂ પણ કરી દીધી છે.
BY ચિરાગ તડવી

