ખેરગામ: ગતરોજ નવસારીના ખેરગામ તાલુકાના સરસીયા તાડ ફળીયા ખાતે ભારતીય મૂળનિવાસી સંધ તથા ભારતીય મૂળ નિવાસી સાંસ્કૃતિક મંચ દ્વારા શિક્ષણ, ખાનગીકરણ, બેરોજગારી, કૃષિ કાનૂન, EVM મશીન અને વર્તમાન પરિસ્થિતિઓ પર ચર્ચા અને સમાજની જન જાગૃતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું,

Decision Newsને મળેલી માહિતી મુજબ જીતેન્દ્રભાઈ અને તેમની ટીમ દ્વારા આયોજિત આ સમાજ જાગૃતિના કાર્યક્રમમાં આર.આર.પટેલ રાષ્ટ્રીય અઘ્યક્ષ બામસેફ, રાકેશભાઈ રાષ્ટ્રીય સચિવ બામસેફ, હંસાબેન પટેલ, ભારતીય મૂળનિવાસી સંઘ રાષ્ટ્રીય પ્રમુખ, ભાવનાબેન પટેલ, ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ સદસ્ય કલ્પેશ પટેલ ભારતીય મૂળનિવાસી સંઘ ખેરગામ તાલુકા પ્રમુખ સુનીતાબેન પટેલ, સામાજિક કાર્યકર ઉમેશભાઈ પટેલ, વાડ ગામ રૂઢિગ્રામ સભા અઘ્યક્ષ મિન્ટેશભાઈ પટેલ, વાડ ગામ રૂઢિગ્રામ સભા ઉપાઅઘ્યક્ષ અને સમાજની હક માટે લડત લડતા જાગૃત નાગરીકો ઉપસ્થિત હતા

વર્તમાન આદિવાસી સમાજની પરિસ્થિતિઓ પર જો આમ ગ્રામ્ય સ્તર પર ચર્ચાઓ યોજવામાં આવે તો ચોક્કસ આદિવાસી સમાજમાં જાગૃતિનો સૂર્યોદય થાય