ગુજરાત: એવું લાગે છે કે વર્તમાન સમયમાં સરકાર પાસે વિધવાઓ માટે નાણાં નથી કારણ કે છેલ્લા ત્રણ-ચાર મહિનાથી ગુજરાતમાં વિધવા સહાય જ વિલંબમાં મૂકાતાં લાખો વિધવા બહેનોને આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે અધિકારીઓ દ્વારા પોતાનો લૂલો બચાવ શરુ કરી દીધો છે કે કેન્દ્રમાંથી ગ્રાન્ટ આવી નથી હવે માંડ માંડ પોતાનું અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી આ વિધવા મહિલાઓનું કોણ બેલી.. એ સગ્લાતો સવાલ સામે આવ્યો છે.    આ મામલે સરકાર માનવિય અભિગમ દાખવવા જ તૈયાર નથી

Decision Newsએ મેળવેલ માહિતી મુજબ ગુજરાતમાં નિરાધાર પેન્શન યોજના હેઠળ કુલ 6,54,238 નોંધાયેલાં લાભાર્થીઓ છે. વડોદરામાં 44,770 લાભાર્થીઓ છે. રાજ્યમાં 3.70 લાખ વિધવા બહનો સરકારી ચોપડે નોધાયેલી છે. ગ્રામ્ય વિસ્તારમાં 1.20 લાખ અને શહેરી વિસ્તારમાં રૂા.1.50 લાખની આવક મર્યાદામાં છે. ત્યારે છેલ્લાં ચારેક મહિનાથી વિધવા પેન્શન બંધ અવસ્થામાં છે. ગરીબ સામાન્ય વર્ગની વિધવા બહેનોને બાળકોનો ઉછેર કરવો, બાળકોની ફી ભરવી ઉપરાંત જીવન નિર્વાહ ગુજરાવો મુશ્કેલ બન્યો છે. સરકારી કચેરીઓના અધિકારીઓનું કહેવું છે કે  ગ્રાન્ટ આવી નથી.

આ તો નોધાયેલી વિધવા બહેનોની વાત થઇ પણ ગ્રામીણ ક્ષેત્રમાં આજે પણ હજારો વિધવા બહેનો આ યોજનામાં નોધણીથી વંચિત છે. અત્યારે નિરાધાર વિધવા પેન્શન યોજના હેઠળ 654238 લાભાર્થીઓ અને ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના હેઠળ 438522 લાભાર્થી એમ કુલ મળીને 10922760 લાભાર્થીઓ છે.