ધરમપુર: વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના ખોબા ગામમાં આવેલ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા એક દશકાથી ગાંધીના મુલ્યો, વિચારોને સમાજમાં પ્રસારિત કરી રહ્યું છે ત્યારે ગતરોજ ગાંધી નિર્વાણ દિન નિમિતે ખોબા આશ્રમના કાર્યકરો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન ગ્રામજનોમાં ગાંધીના વિચારોને પ્રસારિત કરી મહાત્મા ગાંધીને શ્રદ્ધાજંલિ આપી હતી.

Decision Newsને મળેલી માહિતી મુજબ ધરમપુર તાલુકાના ખોબા ગામમાં આવેલ લોક મંગલમ ચેરીટેબલ ટ્રસ્ટ છેલ્લા એક દશકાથી ગાંધીના મુલ્યો, વિચારોને સમાજમાં પ્રસારિત કરી રહ્યું છે ત્યારે ગતરોજ ગાંધી નિર્વાણ દિન નિમિતે ખોબા આશ્રમના કાર્યકરો દ્વારા પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ આ ટ્રસ્ટના ગાંધી વિચારક કાર્યકરો દ્વારા ગ્રામજનોમાં ગાંધી વિચાર સાથે આજના યુગમાં કેવી રીતે તાદાત્મ્ય સાંધી શકાય એ વિશેની માહિતી આપી હતી.

આ પ્રાર્થના સભા પ્રસંગે લોક મંગલમ ટ્રસ્ટના સ્થાપક નિલમ પટેલ અને તેમની ટીમની સાથે બાળકો જોડાયા હતા અને ત્યાર બાદ કાર્યકરો દ્વારા ગ્રામજનોની મુલાકાત લેવામાં આવી જેમાં ગાંધી સાથે જોડાયેલી વાતોને વાગોળવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.