વાંસદા: આજરોજ દેશભરમાં શહીદ દિવસ એટલે કે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિનની ઉજવણી કરાઈ હતી ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં પણ AAP અને નર્સિંગનો અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ સાથે મળીને ગાંધી નિર્વાણ ઉજવ્યો હતો.
આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી નિર્વાણ દિનની ઉજવણી સમગ્ર ગુજરાતમાં કરાઈ ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં પણ AAP અને નર્સિંગનો અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ પોતાના હોસ્ટેલ કેમ્પસમાં સાથે મળીને ગાંધી નિર્વાણ ઉજવ્યો હતો. જેમાં ચિરાગ પટેલ દ્વારા ગાંધીના વિચારોની આજના સમયમાં પ્રસ્તુતતા અને આજના ગાંધી નિર્વાણ વિષે માહિતી વિધાર્થીનીઓ આપી હતી દરેક વિધાર્થીનીઓએ મહાત્મા ગાંધીને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. જુઓ વિડીયોમાં..
આ પ્રસંગે વાંસદાના નામના પ્રાપ્ત ડોકટર અવિનાશ પટેલ, શ્રધ્ધા હોસ્પીટલના ડોકટર સુનીલભાઈ AAPના વાંસદા તાલુકાના પ્રમુખ ચિરાગ પટેલ Decision Newsની ટીમ અને નર્સિંગનો અભ્યાસ કરતી વિધાર્થીનીઓએ ભાગ લીધો હતો અને મહાત્મા ગાંધીના વિચારોને અનુસરવાનો પ્રણ લીધો હતો.

            
		








