નવસારી: ચીખલી તાલુકામાં ચોરીના અનેક કિસ્સાઓ સામે આવતા હોયછે ત્યારે આવોજ એક ચોરીનો ચોંકાવનારો કિસ્સો ચીખલીના ખરોલી દાદરી ફળિયા ગામેથી વીજ કંડકટરની ચોરી કરતાં એક ઈસમને ઝડપી પાડયો અને રૂપિયા ૪૫૦૦ નો મુદ્દામાલ પોલીસે કબ્જો કર્યો હતો.

DECISION NEWSને બનાવની પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર ચીખલી તાલુકાના ખરોલી ગામના દાદરી ફળિયા રેલ્વે ટ્રેક નજીક શેરડીના ખેતરમાં સંતાડી ને રાખેલ હોય અને જે વીજ કંડકટર મોટરસાઈકલ ઉપર લેવા આવતા રંગે હાથ પકડાય જતાં જે બાબતે પોલીસ ને જાણ થતાં પોલીસે સ્થળ પર આવી તપાસ કરતાં મનોજસિંહ મહિપાલસિંહ રહે આંગલધરા અનાવલ તાલુકા મહુવા મૂળ રહે ત્રિપુર રાજસ્થાનને ઝડપી પાડી રૂ. 4500નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

હાલમાં ફરીથી કોરોનાની ત્રીજી લહેર વકરતા જતા ચીખલી પોલીસ સ્ટેશનના જેલના સળિયા પાછળ ધકેલે એ પહેલાજ વિધિવત સરકાર શ્રી ની ગાઇડલાઈન મુજબ કોરોના ટેસ્ટ કરતા આરોપી મનોજસિંહનો રિપોર્ટ કોરોના પોઝિટવ આવતા ચોખલી રેફ્રલ હોસ્પિટલમાં આઇસોલેટર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. અને જ્યાં સુધી આરોપીનો રિપોર્ટ નેગેટિવ નહિ આવે ત્યાં સુધી ચીખલી રેફ્રલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવશે અને ત્યારબાદ વધુ તપાસ રાનકુવા પોલીસ ચોકીના PSI પી.વી. વસાવા સાહેબ કરશે.