ગુજરાત: અલ્યા ભારે કરી ! વિપક્ષના આ પૂર્વ નેતાના એકાઉન્ટમાંથી રાત્રે 2 વાગ્યે ભાજપને 5 રૂપિયાનું દાન કર્યાનો મળ્યો મેસેજ વાયરલ થઇ રહ્યો છે ત્યારે વિપક્ષના પૂર્વ નેતા પરેશ ધાનાણી પણ અચરજમાં છે ત્યારે લોકોમાં આ મુદ્દો ગરમમસાલો બન્યો છે.
હાલમાં કઈ પણ કહેવું ઉતાવળું કહેવાશે પણ વિપક્ષના પૂર્વ નેતા અને પરેશ ધાનાણીના એકાઉન્ટમાંથી ગત રોજ રાત્રે 2 વાગ્યે 5 રૂપિયાનું દાન ભારતીય જનતા પાર્ટીને કરાયું હોવાનો મેસેજ મળતાં તેઓ ચોંકી ઉઠ્યાં હતાં. ઉલ્લેખનીય છે કે, પોતાના એકાઉન્ટમાંથી ભાજપના ખાતામાં પૈસા કેવી રીતે ગયા તે અંગે ધાનાણી મુંઝાયા છે. મહત્વનું છે કે, આ અગાઉ પણ પેજપ્રમુખ બનવા માટે પરેશ ધાનાણીને ભાજપ તરફથી ફોન ગયો હતો.











