ગુજરાત: જમીન સંપાદનમાં સરકાર દ્વારા SITની રચના; બુલેટ ટ્રેન અને એક્સપ્રેસ હાઈવેના જમીન સંપાદનમાં 17 ફરિયાદ સાથે 700 જેટલી અરજી પોલીસને મળતાં સરકારે SITની રચના કરી.
Decision Newsને મળેલી માહિતી મુજબ નવસારી; વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે ના વળતર મુદ્દે થયેલા કોભાંડને લઈને નવસારી જિલ્લામાં ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે. રાજ્ય સરકારે હાલ ખેડૂતોના પૈસા લેનારા ઇસમો સામે લાલ આંખ કરી છે. નવસારીમાં 17 જેટલી ફરિયાદ સાથે 700 જેટલી અરજી પોલીસને મળતા સરકારે કોભાંડની તાપસ કરવા માટે એસ.આઈ.ટી રચના કરી તપાસ હાથ ધરવા નવસારી એસ પી ઋષિકેશ ઉપાધ્યાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું છે. બુલેટ ટ્રેન અને વડોદરા- મુંબઈ એક્સપ્રેસ હાઈવે માટે ખેડૂતો એ પોતાની જમીન નવસારી જિલ્લામાં આપી હતી. જે બાદ સરકાર પાસે વળતર મેળવ્યું છે. ત્યારે કેટલાક ભૂ-માફિયાઓએ જમીન સંપાદન અંતર્ગત ખોટા દસ્તાવેજો અને ખાતેદારો ઉભા કરીને વળતર મેળવ્યું હોવાની રાવ ઉઠી હતી. આ ફરિયાદો ગાંધીનગર પહોચતા મહેસુલ મંત્રીએ યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. ખેડૂતોને અન્યાય ન થાય તે ધ્યાને રાખીને રાજ્ય સરકાર કડકાઈથી પગલાં લઈ રહી છે. નવસારી માથી પસાર થતાં બરોડા મુંબઈ એક્સપ્રેસ હાઈવે જમીન વળતર બાબતે છેતરપીંડીની વાત સામે અવતા આરોપીઓ વિરુદ્ધ કડક પગલા ભરવા સરકારે પણ સૂચન કર્યું છે.
આ સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા દ્વારા એક એસ આઈ ટી ની રચના કરવામાં આવી. એસ.આઈ.ટી અને તેની ટીમ રેન્જ આઈ.જી અને જિલ્લા પોલીસ વડાને સમગ્ર મામલાની તપાસ કરી રિપોર્ટ સુપરત કરશે. નવસારી જીલ્લા પોલીસ વડાએ પ્રેસ કોન્ફરન્સ મારફતે આગામી દિવસમાં જમીન સંપાદનમાં ઘણા બધા આરોપીઓની ધરપકડ થવાની સંભાવનાના એંધાણ આપી ટીમને કામે લગાડી છે.