નવસારી: સુરતની મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ મેઘના પટેલ દ્વારા જમીન ખરીદનાર પાસે ચેકથી પૈસા લીધા બાદ દસ્તાવેજ ન આપી ધાકધમકી આપી વધારાના રૂપિયા પડાવવા જતા ચીખલી પોલીસમાં ફરિયાદ થતા નવસારી પોલીસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી.
Decision Newsને પ્રાપ્ત વિગત અનુસાર નવસારીના ચીખલી તાલુકાના મલ્યાધરા ગામના ખેડૂત દેવાભાઈ લાડ પાસે જમીનના દસ્તાવેજ કરાવી જમીન બારોબાર અન્યને વેચી લાખોની છેતરપીંડી થયાની પોલીસ ફરિયાદ ખેડૂત દેવાભાઈ લાડ દ્વાર કરાતા પોલીસે મેઘના અને તેના અન્ય બે સાગરીતો વિરુદ્ધ તપાસ કરતા જમીન ખરીદનાર સુરતના વિરલ તાલિયાએ પોલીસ ફરિયાદ આપતા સમગ્ર કૌભાંડ બહાર આવ્યું છે.મૂળ માલિક પાસે રૂપિયા 90 લાખમાં સોદો કરી દસ્તાવેજ બનાવી સુરતના વિરલ તાલિયાને રૂપિયા 12 લાખમાં વેચવાનું કૌભાંડ સામે આવ્યું છે.
જમીન ખરીદનાર પાસે ચેકથી પૈસા લીધા બાદ દસ્તાવેજ ન આપી ધાકધમકી આપી વધારાના રૂપિયા પડવાવા જતા ચીખલી પોલીસમાં ફરિયાદ થતા પોલીસે માસ્ટર માઈન્ડ મેઘના પટેલની ધરકપકડ કરી અન્ય સાગરીતોને પકડવા તજવીજ હાથ ધરી છે.