ચીખલી: ચીખલી તાલુકામાં અકસ્માતની ઘટનાઓ થમવાનું નામ નથી લઇ રહી દર બીજા કે ત્રીજા દિવસે અકસ્માતની ખબરો આવતી રહે છે ત્યારે હજુ એક પીપલગભાણ પાસે નહેરમા ટ્રેક્ટર પલટી મારતા આમધરા ગામના ૬૦-વર્ષીય ચાલકનું મોત ઘટના સામે આવી છે
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ચીખલી તાલુકાના આમધરા ગામના સામર ફળિયાના અરવિંદભાઈ નગીનભાઈ પટેલ (ઉ.વ.60) તેમના ખેતરમાં ખેડવા માટે ટ્રેકટર (નં. જીજે-16-સીએચ-2569) લઈને નીકળ્યાં હતા. ત્યારે પીપલગભણ ભરવાડ ફળિયાથી બોમ્બે ફળિયા તરફ જતા રોડ પર આકસ્મિક રીતે નહેરમાં ટ્રેકટર પલટી મારી જતા ટ્રેકટર નીચે દબાઈ ગયા હતા તેમને બહાર કાઢી 108 દ્વારા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ તબીબે તેમને મૃત જાહેર કરતા મૃતકના પરિવારમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું હતું.
આ બનાવ અંગે શૈલેષ અરવિંદભાઈ પટેલે ફરિયાદ આપતા ચીખલી પોલીસે અકસ્માતની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.