સોનગઢ: તાપી જિલ્લાના તાલુકાના ટાપરવાડા ગામનાં રમીલાબહેન ગામીતે પોતાના ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્વચ્છતાક્ષેત્રે સુંદર કામગીરીથી પ્રભાવિત થઇ આ સામાજિક સેવા ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકારે તેમને પદ્મશ્રી અવૉર્ડ માટે પસંદ કર્યા છે આ ખબર બહાર આપતા જ તાપી જિલ્લાના લોકો ગૌરવંત અનુભવી રહ્યું છે.
Decision Newsએ મેળવેલી માહિતી મુજબ ટાપરવાડા ગામ ખાતે રહેતાં રમીલાબહેન ગામીત ગામમાં જ નેહા સખીમંડળનું સંચાલન કરે છે અને વિવિધ સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા છે. 2017ના વર્ષમાં તેઓ સ્વચ્છ ભારત મિશન સાથે જોડાઈ ગામમાં દરેક ઘરોમાં શૌચાલય ઊભું કરવાનું ભગીરથ કાર્ય હાથ ધર્યું હતું. થોડા જ સમયમાં ટાપરવાડા ગામના દરેક ઘરોમાં શૌચાલય તૈયાર કરાવી સાચા અર્થમાં ગામ ખુલ્લામાં શૌચ મુક્ત બનાવ્યું હતું.
આ કામગીરીની નોંધ જે તે સમયે વડાપ્રધાન કાર્યાલયે પણ લીધી હતી. આમ, રમીલાબહેન ગામીતે એક નાનકડા ગામમાં રહી સ્વચ્છતા ક્ષેત્રે સુંદર કામગીરી કરી છે. પોતાના ગામમાં પ્રથમ એક વર્ષમાં જ 170 જેટલાં સુવિધા યુક્ત શૌચાલયો બનાવ્યાં હતાં. તેમને આ કાર્ય માટે હમણાં સુધી સામાજિક સંસ્થાઓ અને સરકાર દ્વારા જુદા જુદા અવૉર્ડ મળી ચૂક્યા છે. રમીલાબહેને અને તેમની ટીમ આજે પણ પોતાના ગામ અને તેની આસપાસના વિસ્તારમાં આવેલા ગામોમાં શૌચાલય બનાવવાની કામગીરી સાથે સતત જોડાયેલા રહ્યા છે. આ બાબતે ભારત સરકાર દ્વારા રમીલાબહેનની કામગીરીની નોંધ લઇ તેમને પદ્મશ્રી અવૉર્ડ આપવાની જાહેરાત કરી છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)