પારડી: આજરોજ સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝ ની 126 મી જન્મજયંતિ તેમજ પ્રજાસત્તાક દિન નિમિતે રક્તદાન દ્વારા માનવજીવન ને લોહીની અછતથી આઝાદી આપવાનો ભારતીય જનતા યુવા મોરચા પારડી તાલુકા દ્વારા અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
Decsion Newsને મળેલી માહિતી મુજબ આજરોજ ભારતીય જનતા યુવા મોરચા પારડી તાલુકા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા મહામંત્રી તેમજ નવનિયુક્ત યુવા સરપંચશ્રી મયંક પટેલ તેમજ પારડી પ્રમુખ અભીભાઈ ભંડારી સહિત તાલુકા યુવા મોરચાના હોદ્દેદારો દ્વારા રક્તદાન કરી સૌ યુવા મિત્રોને રક્તદાન કરવા કહ્યું હતું.
આ કેમ્પમાં વલસાડ જિલ્લા પ્રમુખ હેમંતભાઈ કંસારા,મહામંત્રી કમલેશભાઈ, જિલ્લા યુવા મોરચા પ્રમુખ સ્નેહીલ દેસાઈ મહામંત્રી પ્રભાકરભાઈ, મહામંત્રી તથા ખેરલાવ ગામના સરપંચ શ્રી મયંક પટેલ પારડી તાલુકાના પ્રમુખ અભીભાઈ, મહામંત્રી જીગેશભાઈ અને શહેર યુવા મોરચાની ટીમ હાજર રહી હતી.

            
		








