આજે દેશનો 73મો ગણતંત્રદિવસ છે. ત્યારે ભારતમાં દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્ર દિવસ મનાવતી વખતે શું તમે એના કારણો ક્યારે તપસ્યા કે જાણવાનું વિચાર્યું ખરું કે આ ગણતંત્ર દિવસ 26 જાન્યુઆરી નક્કી થવા પાછળ કઈ ઘટના કે પ્રક્રિયા રહેલી છે.

ઉલ્લેખનીય છે કે 26 જાન્યુઆરી 1950થી આપણા દેશમાં સંવિધાન લાગુ થયું હતું. સ્વતંત્ર ગણરાજ્ય તરીકે ભારતીય સંવિધાન સભા દ્વારા 26 નવેમ્બર 1949માં સંવિધાનનો અમલ કરવામાં આવ્યો હતો. પરંતુ તેમને 26 જાન્યુઆરી 1950થી લાગુ કરવામાં આવ્યું હતું. સંવિધાનને 26 જાન્યુઆરીથી દેશભરમાં લાગુ કરવામાં આવ્યું હતું. આ માટે દર વર્ષે 26 જાન્યુઆરીએ ગણતંત્રદિવસ મનાવવામાં આવે છે.

વર્ષ 1929ના ડીસેમ્બરમાં પંડિત જવાહરલાલ નહેરુએ લાહોર મુકામે કોંગ્રેસનું અધિવેશનમાં એક પ્રસ્તાવની ઘોષણા કરી હતી કે જો અંગ્રેજ સરકાર દ્વારા 26 જાન્યુઆરી, 1930 સુધીમાં ભારતને ડોમેનીયમનો દર્જો નહી આપે તો ભારતને સંપૂર્ણપણે સ્વતંત્ર દેશ ઘોષિત કરી દેવામાં આવશે.

ગણતંત્રદિવસનું જાણ્યું અજાણ્યું..  +26 જાન્યુઆરી 1950ના દિવસે સવારે 10:18થી સમગ્ર ભારતમાં સંવિધાન લાગૂ કરવામાં આવ્યું હતું. +પૂર્ણ સ્વરાજ્ય દિવસ (26 જાન્યુઆરી 1930) ને ધ્યાનમાં રાખી ભારતના સંવિધાનને 6 જાન્યુઆરીથી લાગુ કરવામાં આવ્યો હતો. +રાષ્ટ્રગાન દરમિયાન 21 ટોપોને સલામી આપવામાં આવે છે. 21 ટોપોની આ સલામી રાષ્ટ્રગાનની શરૂઆતથી જ શરૂ થાય છે. અને 52 સેકન્ડ રાષ્ટ્રગાન સંપૂર્ણ થવાની સાથે જ પૂરી થાય છે. +આ સાથે જ ગણતંત્ર દિવસના અવસર પર વીરતા પુરસ્કાર આપવામાં આવે છે.