ડાંગ: સમગ્ર દેશની જેમ આજના પ્રજાસત્તાક દિવસના રોજ ડાંગના આહવા તાલુકા મથકમાં જિલ્લા બહુજન સમાજ પાર્ટી જિલ્લા અધ્યક્ષ મહેશભાઈ આહિરે દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં નાગરિકોએ ભાગ લીધો હતો

Decision Newsને મળેલી માહિતી મુજબ બહુજન સમાજ પાર્ટી જિલ્લા અધ્યક્ષ મહેશભાઈ આહિરે દ્વારા ધ્વજવંદન કરી રાષ્ટ્રગાન ગાઈને પટેલ પાડા સર્કલ પાસેથી ગ્રુપ ગ્રામ પંચાયત આહવા સરપંચશ્રી ને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરનો ફોટોને સન્માન આપી બાબા સાહેબ આંબેડકર પાસે ફૂલહાર કરીને 26મી જાન્યુઆરીને યાદગાર દિવસ મનાવ્યો હતો.

આહવા તાલુકા મથકમાં ધ્વજવંદનના આ કાર્યક્રમમાં વર્તમાન પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવામાં આવ્યું હતું.