ગુજરાતમાં આદિવાસી જાતિ પ્રમાણપત્રના કેટલાક પ્રશ્નોને લઈને આદિજાતિ મંત્રી નરેશ પટેલની અધ્યક્ષતામાં બેઠક મળી હતી જેમાં આદિજાતિ વિસ્તારના તમામ ધારાસભ્ય અને સાંસદ સભ્યોને નિમંત્રણ આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં ગુજરાત અનુસૂચિત આદિજાતિ પ્રમાણપત્ર કાઢી આપવાનું અને તેની ખરાઇ કરવાનું નિયમન કરવા આ બાબતના નિયમો 2020 સુધારા સંબંધિત જાહેરનામું અને સાચા આદિવાસી પ્રમાણપત્રો થી વંચિત ન રહી જાય તથા ખોટા આદિવાસી પ્રમાણપત્રો ન મેળવી શકે આ બાબતે ચર્ચા કરવામાં આવી હતી.

આ બેઠકમાં 2020 ના નોટિફિકેશન આધારે આદિવાસી પ્રમાણપત્ર માટે તલાટીએ સમર્થન કરેલા વંશાવલીનો પુરાવો માન્ય રાખવામા આવશે આ ઉપરાંત પ્રમાણપત્ર માટે લાઈટ બિલ આકારણી રજીસ્ટરની રસીદ આધાર કાર્ડ પાસપોર્ટ ડ્રાઇવિંગ લાઇસન્સ રેશનકાર્ડ મતદાનની ઓળખ પત્ર તથા બેંક પાસબુકની પણ પુરાવા તરીકે રજુ કરી શકાશેનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ બેઠકમાં ધારાસભ્ય અને વિપક્ષ નેતા સુખરામ રાઠવા હાજરી આપી હતી તેમણે જણાવ્યું કે રાજ્યમાં 14 જિલ્લામાં વસતા આદિવાસીઓને કેટલીક ક્ષતિને કારણે પ્રમાણપત્ર મેળવવા માં તકલીફ પડતી હતી.1976 પછીના જેની પાસે જમીન નથી, પુરાવા નથી તેમને પણ પ્રમાણપત્ર મળી શકશે. સરકાર ના નવા નિર્ણય થી લોકો ની સમસ્યાનું સમાધાન થશે.આદિવાસી ને કોઈ નુકસાન ન થાય તે માટે અમે તરફેણમાં છીએ.

આદિવાસી વિકાસમંત્રી નરેશ પટેલે કહ્યું કે સાચા આદિવાસી જાતિ પ્રમાણ પત્ર બાબતે કોઈ મુશ્કેલી ન પડે તેવી વ્યવસ્થા સરકારે કરી છે. તેમને જણાવ્યું હતું કે. 14 જિલ્લા ના આદિવાસીઓને પ્રમાણપત્ર માટે તકલીફ પડી રહી હતી.જાતી અંગેના પ્રમાણપત્ર માટે 2020 પછી વધુ તકલીફ પડતી હતી માટે તે માં સુધારો જરૂરી હતો. આદિવાસી જાતિ પ્રમાણ પત્ર બાબતે 4 થી બેઠક કરી છે. સાચા આદિવાસીઓની મુશ્કેલીઓ દૂર કરવામાં આવશે