દિવ્યભાસ્કર ફોટોગ્રાફ્સ

વાંસદા: શહેરોમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે વાંસદા તાલુકાના રૂપવેલ ગામના રાયાવાડી ફળિયામાં રહેતાં દિવ્યેશ મોહનભાઈ પટેલનું ટ્રક સાથે ગંભીર અકસ્માતમાં મૃત્યુ થયાના સમાચારથી પરિવાર અને સમગ્ર પથકમાં ગમગીનીનું વાતાવરણ છવાઈ ગયું છે

Decision Newsને મળેલી માહિતી મુજબ દિવ્યેશ મોહનભાઈ પટેલ વાંસદામાં વૈભવી ઇલેક્ટ્રોનિક દુકાનમાં છેલ્લા બે વર્ષથી નોકરી કરતો હતો. લોકોના જણાવ્યા અનુસાર તે ઘરે એમ કહીને નીકળ્યો હતો કે  મારા મિત્રની બહેનના લગ્ન નિર્માણ રોડ પર છે જે નોકરી પતાવીને હું ત્યાં જઈશ અને રાત્રે મોડેથી આવીશ. તે લગ્નમાં માંડવાનો પ્રસંગ પતાવી અંદાજિત રાત્રે 2 વાગે પોતાની FZ બાઈક GJ -21-BQ-9484 નબરની બાઈક લઈને રૂપવેલ ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે નાનીભમતી એવન બેકરી સામે સામેથી આવતી MP-09-HG-0880 નબરની ટ્રક સાથે અડફેટે આવતા દિવ્યેશને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા ઘટનાસ્થળે મૃત્યુ થયું હતું.

મૃતકની લાશ વાંસદા કોટેજ હોસ્પિટલમાં પીએમ રૂમમાં મૂકવામાં આવી હતી આ બનાવ અંગે દિવ્યેશના પિતા મોહનભાઇ પટેલએ વાંસદા પોલીસ મથકે ફરિયાદ આપી હતી.