વલસાડ: રાજ્યમાં સરપંચની ચૂંટણી સમાપન બાદ ચૂંટાયેલા ઉમેદવારોને વિધિવત ચાર્જ આપવાનો સમય થતાં તારીખ ગતરોજ વલસાડ તાલુકાની ઓલગામ ગ્રામ પંચાયતમાં તલાટી કમમંત્રી ઉપસ્થિતિમાં કપુભાઈ પટેલને સરપંચ અને ડેપ્યુટી સરપંચનો વિધિવત ચાર્જ સોંપાયો હતો.
Decision Newsને મળેલી માહિતી મુજબ વલસાડ તાલુકાના ઓલગામ ગામમાં સરપંચ તરીકે શ્રી કપુભાઈ પટેલ અને ડેપ્યુટી સરપંચ તરીકે અમિતભાઈ પટેલનો પદગ્રહણ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં ગામના લોકોની ઉપસ્થિતમાં નીડર અને નિષ્પક્ષતાથી ગ્રામવિકાસના કામ કરવાનો વિશ્વાસ સરપંચ અને ડેપ્યુટી સરપંચ દ્વારા અપાયો હતો. ઓલગામ ગ્રામ પંચાયતમાંના ઇતિહાસમાં પ્રથમવાર ડેપ્યુટી તરીકે PH.Dના રીસર્ચ સ્કોલરે પદભાર સંભાળ્યો છે
ઓલગામ ગ્રામજનો, આગેવાનો, વડીલો, માતાઓ-બહેનો, યુવાનોએ દરેક વિજેતા વોર્ડના સભ્યો સાથે વધાવી લઇ મનોબળ વધાર્યું તેમજ તમામ સરપંચ અને ઉપસરપંચ તથા સભ્યોનું પુષ્પગુચ્છથી સન્માન કરવામાં આવ્યું હતું.