સુરત: આજે રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે સુરત જિલ્લામાં મતદાર જાગૃતિ અને મતદાર કેળવડી માટે સર્વશ્રેષ્ઠ સ્વયંસેવક તરીકે કામ કરવા બદલ શ્રી દીપક જાયસવાલનો જિલ્લા ઉપ ચૂંટણી અધિકારી હિતેન્દ્ર કેલૈયા દ્વારા સન્માન કરવામાં આવ્યું.
Decision Newsને મળેલી માહિતી મુજબ રાષ્ટ્રીય મતદાર દિવસ નિમિત્તે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટર શ્રી આયુષ ઓકના માર્ગદર્શન હેઠળ જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા ઉપ ચૂંટણી અધિકારી હિતેન્દ્ર કેલૈયાની અધ્યક્ષતામાં યોજાયો હતો. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડા, સૂરત મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ કમિશનર જયેશ ગાંધી અને કનુભાઈ ટેલર ઉપસ્થિત રહ્યા હતા.
આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ માધ્યમ દ્વારા દિલ્લીથી મુખ્ય ચૂંટણી આયુક્ત, ગાંધીનગર થી ગુજરાતના મુખ્ય ચૂંટણી આયુક્ત જોડાઈને સૌની કામગીરીને બિરદાવી હતી.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)