ચીખલી: નવા ચૂંટાયેલા સરપંચો ગતરોજ પંચાયતનો કાર્યભાર સંભાળી લીધો છે ત્યારે ચીખલી તાલુકાના ખાભડાગામે ગ્રામપંચાયતમાં આદિવાસી રીત રિવાજ મુજબ સરપંચ પદ તેમજ ઉપ સરપંચ પદનો કાર્યભાર સંભાળ્યો હતો. ખાભડા ગામના સરપંચ પરેશભાઈ શંકરભાઈપટેલ અને ડેપ્યુટી સરપંચ ભરતભાઇ ચીમનભાઈ પટેલ ગ્રામ પંચાયતમાં પ્રવેશ પૂર્વે ગ્રામજનો દ્વારા આદિવાસી રીત રિવાજો કરવામાં આવ્યા હતા.

Decision Newsને પ્રાપ્ત થયેલી માહિતી મુજબ ચીખલી તાલુકાની ગ્રામ પંચાયત ખાભડાના સરપંચ પરેશભાઈનું સ્વાગત પણ આદિવાસી રીત રિવાજ મુજબ કરવામાં આવ્યું હતું. આદિવાસી પહેરવેશની નિશાની ફળીયુ જે આદિવાસી રીત રિવાજ મુજબ માંથે બાંધી પંચાયતમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ગ્રામ પંચાયત ખાભડા ગામના ડેપ્યુટી સરપંચ ભરતભાઇ ચીમનભાઈ પટેલની વર્ણી કરવામાં આવી હતી. અને ચૂંટાયેલ સભ્યો ધર્મેશભાઈ, પ્રકાશભાઈ, નિલેશભાઈ, હંસાબેન, તારાબેન, શકુબેન, મીરાબેન આમ ગામના કાર્યભાર સંભાળતા પરેશભાઈએ હાથમાં ભારતનું બંધારણ રાખી સપતવિધિ લીધી હતી અને ગ્રામજનોને નીડર અને નિષ્પક્ષ રીતે કામો કરવાના વચન આપ્યા હતા જુઓ વિડીયોમાં…

ખાભડા ગામે સરપંચ પદ માટેના આદિવાસી રીત રિવાજવાળા આ કાર્યક્રમમાં તાલુકાના આદિવાસી સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહી સમાજ માટે ઉત્તમ ઉદાહરણ હોવાનું જણાવ્યું હતું. અને ગામના ગામ મુખી અને મહારૂઢિગત ગામ સભાના અધ્યક્ષ રમેશભાઈએ પદભાર સંભાળનાર નવ નિયુક્ત સરપંચશ્રી અને ઉપસરપંચશ્રી અને દરેક ઉમેદવારોના પુષ્પગુચ્છથી સ્વાગત કરી આશીર્વાદ આપી શુભેચ્છા પાઠવી હતી.