પારડી: આજરોજ પારડી તાલુકાના ખેરલાવ ગ્રામ પંચાયત ખાતે સરપંચશ્રી તરીકે મયંકભાઈ પટેલ અને ઉપસરપંચશ્રી તરીકે ચંદુભાઈ પટેલ અને તમામ 8 વોર્ડના સભ્યશ્રીઓએ વિધિવત રીતે પદભાર સંભાળ્યો જેમાં ગામના તમામ આગેવાનો કાર્યકર્તા ભાઈઓ, બહેનો, અને નવયુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Decision Newsને મળેલી માહિતી મુજબ પારડી તાલુકાના ખેરલાવ ગામે સરપંચની ઉમેદવાર તરીકે મયંકભાઈ પટેલ વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને હાલમાં  ડેપ્યુટી સરપંચ ચંદુભાઈ પટેલની વિધિવત ખેરલાવ પંચાયત દ્વારા જાહેરાત કરતા ગામના લોકો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનોનું મીઠાઈથી મોં મીઠું કરાવી અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે નવનિયુક્ત સરપંચ મયંક પટેલે સરપંચ પદવિધિ હાજર રહેલા બધાજ ગ્રામજનોનો હ્દયની લાગણીથી અને ગ્રામજનો દ્રારા ગામના નેતૃત્વ સોંપવા બદલ અને પોતાના પર મૂકેલા વિશ્વાસ બદલ ખૂબ આભાર માન્યો હતો અને ગ્રામજનોના માર્ગદર્શન હેઠળ ગામનું નેતૃત્વ લઈ સૌનો સાથ, સૌનોના મંત્ર સાથે વિકાસ ગ્રામવિકાસની વિભાવના સાર્થક કરવાની હું ખાતરી આપી હતી.