ચીખલી: આજરોજ 11 વાગ્યાના સમય ગાળા દરમિયાન ચીખલી તાલુકાના માંડવખડક ગામમાં ગ્રામ પંચાયત પર સરપંચ તરીકે ચુંટાયેલા ઉમેદવાર વલ્લભાઇ ચૌધરી અને બિનહરીફ ડેપ્યુટી સરપંચ અમિષાબેન નિતીનભાઇ ચૌધરીએ ગ્રામજનોની ઉપસ્થિતિમાં પદભાર સંભાળ્યો હતો

Decision Newsને મળેલી મહિતી મુજબ ચીખલી તાલુકાના માંડવખડક ગામે સરપંચની ઉમેદવાર તરીકે વલ્લભાઇ ચૌધરી વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા અને હાલમાં બિનહરીફ ડેપ્યુટી સરપંચ અમિષાબેન નિતીનભાઇ ચૌધરીની વિધિવત માંડવખડક પંચાયત દ્વારા જાહેરાત કરતા ગામના લોકો અને આગેવાનો દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આ પ્રસંગે ગ્રામજનોનું મીઠાઈથી મોં મીઠું કરાવી અને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન સાથે આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી. જુઓ વિડીયો..

 

આ પ્રસંગે નવા ચૂંટાયેલા પંચાયત સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં આ ગ્રામપંચાયતની સરપંચ તરીકેની વલ્લભાઇ ચૌધરી અને ડેપ્યુટી સરપંચ તરીકે અમિષાબેન નિતીનભાઇ ચૌધરીને સતા સોંપવામાં આવી હતી જેને લઈને ગ્રામજનોમાં ખુશીનું વાતાવરણ ફેલાયું છે.