ચીખલી: સરપંચની ચૂંટણી સમાપન બાદ ચૂંટાયેલા ઉમેદવારોને વિધિવત ચાર્જ આજરોજ રાનકુવા ગ્રામપંચાયતમાં ગ્રામસેવક અશ્વિનભાઇ પી. પટેલ તેમજ તલાટી કમમંત્રી જયદીપભાઇ પટેલ ની ઉપસ્થિતીમાં વિધિવત ચાર્જ સોંપાયો હતો.

Decision Newsને મળેલી માહિતી મુજબ સરપંચ શ્રી અરવિંદભાઇ રામુભાઇ હળપતિ ની અધ્યક્ષતામાં ભારતમાતાના આશીર્વાદ લઇ કાર્યક્રમ નો શુભારંભ કર્યો, જિલ્લા પંચાયત સભ્ય પ્રકાશભાઇ પટેલ, તાલુકા સભ્ય સ્નેહલભાઇ દેસાઇ, માજી તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઇ પટેલ, વસુંધરા ડેરી ડિરેક્ટર કિરણભાઇ પટેલ તેમજ તમામ ગ્રામજનો, આગેવાનો, વડીલો, માતાઓ-બહેનો, યુવાનોએ શુભેચ્છાઓ આપી હતી. જુઓ વિડીયોમાં…

ઉમેદવારી કરનાર ધવલકુમાર આર.પટેલને સાથે વધાવી લઇ મનોબળ વધાર્યું તેમજ તમામ સભ્યોનું પુષ્પ ગુચ્છથી સન્માન કરી તુરના તાલે નાચી કાર્યક્રમનું સમાપન કર્યું હતું.