ગુજરાત: દિલ્હીમાં પ્રજાસત્તાક દિને યોજાતી પરેડમાં ગુજરાતના સાબરકાંઠાના પાલ દઢવાવના આદિવાસી ક્રાંતિકારીની કથા ઉજાગર કરતો ટેબ્લો રજૂ થશે. પ્રદર્શિત થનારા ગુજરાતના ટેબ્લોની થીમમાં ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરોને યાદ કરવામાં આવ્યા છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ આ ટેબ્લોની થીમ આઝાદીના અમૃત મહોત્સવને ધ્યાનમાં રાખીને “ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો” એ વિષય પર રાખવામાં આવી છે.આઝાદીના અમૃત મહોત્સવ પર્વે ગુજરાતનો આ ટેબ્લો જલિયાંવાલા બાગ કરતા પણ ભીષણ એવી ઘટનાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરશે.
આ પરેડમાં આદિવાસી શૌર્યગાથા દર્શાવતા આ ટેબ્લોમાં મોતીલાલ તેજાવત સહિત ૧૨ સ્ટેચ્યુ, ૫ મ્યુરલ, પોશીનાના ઘોડા અને કલાકારોનો જીવંત અભિનય પણ રજૂ કરાશે. ગેર નૃત્ય અને લોકબોલીનું ગાયન ટેબ્લોના આકર્ષણમાં વધારો કરશે.

