ચીખલી: નવસારી જિલ્લાના ચીખલી પંથકના સાદકપોર ગ્રામ પંચાયતના બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. અપહરણકર્તાઓ, છટકી ગયેલા સદસ્યને ફરી પકડી ગયા છે. 24 જાન્યુઆરીના રોજ સાદકપોર ગ્રામ પંચાયતની ચૂંટણી છે ત્યારે, બે સદસ્યો ગૂમ થયાની ફરિયાદે ચર્ચા જગાવી છે.
Decision News મળેલી માહિતી મુજબ નવસારીના સાદકપોર ગ્રામ પંચાયતના સભ્ય 2 દિવસથી ગૂમ થયા છે. ઉપસરપંચની ચૂંટણીને કારણે અપહરણ થયાની ચર્ચાએ જોર પકડ્યું છે. આગામી 24 જાન્યુઆરીએ ગામમાં ઉપ સરપંચની ચૂંટણી યોજાવાની છે. 2 દિવસથી ગ્રામપંચાયત સભ્ય ગૂમ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે. ગૂમ થયેલા સભ્યએ ફોન પર પરિવારનો સંપર્ક કર્યો હતો. અપહરણકારોના ચૂંગલથી છટકીને સભ્યએ પરિવારને ફોન કર્યો હતો. અને અજાણ્યા શખ્સોએ અપહરણ કર્યું હોવાની માહિતી આપી હતી. પરિવાર અને ગામના આગેવાનોને ફોન પર માહિતી આપી હતી. જોકે અપહરણકારો ચાલુ ફોન પર સભ્યને ફરી પકડી લઇ ગયા હતા. ગ્રામ પંચાયત સભ્યની પત્નીએ ચીખલી પોલીસને ફરિયાદ નોંધાવી છે. ચીખલી પોલીસે સમગ્ર મામલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.
જેમાં ઉપ સરપંચ કોઈ પણ વિધ્ન વગર ચૂંટાઈ આવે તે માટે સામેની પેનલ દ્વારા વોટિંગ કરનારા સભ્યનું અપહરણ થયાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા થઈ રહ્યા છે. આ સમગ્ર મામલે ચીખલી પોલીસ સ્ટેશનમાં રાત્રે હોબાળો પણ થયો હતો. જોકે, પોલીસે મામલો શાંત પાડ્યો હતો.

