ચીખલી: કોરોનાની મહામારીમાં થયેલા મૃતકોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા કરીને મૃતકોના ફોર્મ ભરવામાં આવ્યા છે. આ કોરોનાના મૃતકોને ન્યાય અપાવવા કોંગ્રેસ સમિતિ દ્વારા 400,000/- ની માંગણી, સરકારી કર્મચારીઓ જે કોરોના કાળમાં મૃત્યુ પામ્યા છે.
કોરોના કાળમાં સરકારી કર્મચારીઓ જે પરિવારમાંથી કોઈ એકને નોકરી આપવામાં આવે તેમજ કોરોના ગ્રસ્ત કે જે હોસ્પિટલમાં દાખલ થયા હતા જેઓએ મસ મોટું બિલ ચકવવ્યું હતું. તેઓને આર્થિક સહાય ચૂકવવામાં આવે આવી માંગણી મૂકવામાં આવી હતી. હાલમાં સુપ્રીમકોર્ટ દ્વારા પણ સરકારને ફટકાર ખાવી પડતી હતી. અત્યાર સુધીમાં 91, 810 જેટલી અરજીઓ આવી જેનાંથી 50, 840અરજીઓ મંજૂર કરવામાં આવી 15000 જેટલી અરજીઓ પેન્ડિંગ છે. 5000 જેટલી અરજીઓ રિજેક્ટ કરાઈ 11000 જેટલી અરજીઓ પ્રોસેસમાં છે. પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રસના નેતાઓએ શું કહ્યું જુઓ વિડીયોમાં..
પાંચ દિવસ અગાઉ સુપ્રિમ કોર્ટમાં સરકારે જણાવ્યુ અને તેમણે 68, 370 કોરોના મૃત્યુ એપ્રુવ કર્યા છે. બીજા 24000 જેટલા પ્રોસેસમાં છે. કુલ 89633 એ વળતર માટે અરજી કરેલ છે. સરકાર વળતર ન આપવું પડે એટલે સાંચા આંકડા છૂપાવી રહી છે. ત્યારે કોંગ્રેસ સમિતિ સર્વે કરાવ્યો એને 3 લાખ જેટલા પરિવારને પોતાના લોકો ગુમાવ્યા છે. સરકારી તંત્રની ઘોર નિષ્ફળતાની ન્યાયિક તપાસ થવી જોઈએ આ પ્રેસ કોન્ફરન્સમાં શૈલેષ પટેલ, અનંત પટેલ, નિરવ નાયક તેમજ અન્ય કોંગ્રેસી આગેવાન ઉપસ્થિત રહ્યાં હતાં.

