વાંસદા: ગતરોજ કોરોના ગાઈડલાઈન્સને ધ્યાને લઈને વાંસદા તાલુકાના ચારણવાડા ગ્રામ પંચાયતના નવનિયુકત સરપંચ અને ઉપ સરપંચની પદગ્રહણ વિધિ સમારોહ યોજાયો હતો. જેમાં ઉપસરપંચ તરીકે રમીલાબેન નરેશભાઈ ગાયકવાડની બિનહરીફ વરણી થઇ હતી.
Decision Newsને મળેલી માહિતી મુજબ ચારણવાડા ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચશ્રી મહેશભાઈ જગુભાઈ કડવા અને ઉપ સરપંચ શ્રીમતિ રમીલાબેન નરેશભાઈ ગાયકવાડ તેમજ સભ્યોશ્રી (વૉડ નંબર ૧) લાલાભાઈ રવજીભાઈ ગામીત , (વૉડ નંબર ૨) રમીલાબેન ભરતભાઇ ગાંવિત, (વૉડ નંબર ૩) કિશોરભાઈ નારોતમભાઈ પટેલ, (વૉડ નંબર ૪) ભાવેશભાઈ શુકકરભાઈ ઠાકરે, (વૉડ નંબર ૬) રંજનબેન જીતેન્દ્રભાઈ ગાંવિત, (વૉડ નંબર ૭) દક્ષાબેન ગણેશભાઈ દેશમુખ, (વૉડ નંબર ૮) વિલ્સનભાઈ ગુલાબભાઈ ભગરિયા જેઓ નવનિયુક્ત સભ્યો હાજર રહી પદગ્રહણ વિધિ વાંસદા તાલુકા પંચાયતના અધિકારીશ્રી નીલેશભાઈ એસ. દળવીના અધ્યક્ષ હેઠળ પદગ્રહણ વિધિ દ્રારા નવનિયુકત કરવામાં આવ્યા.
આ પદ ગ્રહણ વિધિમાં તલાટી કમમંત્રી શ્રી પ્રવીણભાઈ એસ. ગાવિત, માજી સરપંચશ્રી શુકકરભાઈ બી. કડવા તેમજ ગામના ગ્રામજનો, ભાઈઓ-બહેનો, આગેવાનો તેમજ વડીલો ઉપસ્થિત રહ્યા હતા.

