વાંસદા: વાતાવરણમાં આવેલા અચાનક પલટાથી વાંસદા તાલુકાના ગામોમાં આજે કમોસમી વરસાદ ખાબક્યો હતો. જેને પગલે ઘણાં ગામડાઓમાં ખેડૂતના ખેતરમાં જોવા મળતા ચણા, તુવેર, વાલ અને કેરીના પાક સહિતના ખેતી પાકોને નુકસાન થવાની શક્યતા જોવાતા ખેડૂત ચિંતામાં જોવા મળ્યા હતા.
Decision Newsએ નોંધેલી માહિતી માહિતી મુજબ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે. શહેર અને ગામડાઓમાં કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા પડ્યા હતા. જોકે, થોડીવાર વાદળછાયુ વાતાવરણ અને થોડી વાર તડકો જોવા મળ્યો હતો. આમ સતત વાતાવરણમાં બદલાવ આવ્યો હતો. આ કારણોસર ખેડૂતો ચિંતિત થઇ ગયા છે.
દક્ષિણ ગુજરાત અને રાજ્યના બાકીના વિસ્તારોમાં હળવો વરસાદ આગાહી કરવામાં આવી હતી જેને આજે નવસારી, તાપી, વલસાડ, ભરૂચ, આહવા અને સુરતમાં હળવા વરસાદની વરસાદ વરસ્યો હતો અને હજુ આવવાની આગાહી હવામાન વિભાગે જણાવ્યું છે.

