ગુજરાતમાં આજે નવા 23,150 કોરોનાના કેસ નોંધાયા છે. આજે કુલ 15 લોકોના કોરોનાથી મોત થયા છે. તો આજે 1,88,588 લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે.
અમદાવાદમાં સૌથી વધુ 8,332 નવા કેસ નોંધાયા છે. સુરત શહેરમાં 1876 કેસ નોંધાયા છે. વડોદરા શહેરમાં 2823, રાજકોટ શહેરમાં 1707, ગાંધીનગર શહેરમાં 547, સુરત જિલ્લામાં 612, ભરૂચમાં 412, વડોદરા જિલ્લામાં 886, ભાવનગર શહેરમાં 448, વલસાડમાં 359, આણંદમાં 565, જામનગર શહેરમાં 563, મહેસાણામાં 238, નવસારીમાં 240, રાજકોટ જિલ્લામાં 322, મોરબીમાં 373, પાટણમાં 236, કચ્છમાં 462, ગાંધીનગર જિલ્લામાં 327, બનાસકાંઠામાં 252, અમદાવાદ જિલ્લામાં 138, અમરેલીમાં 213, સાબરકાંઠામાં 186 સહિત રાજયમાં કુલ 23,150 કોરોનાના કેસ નોંધાયા છે.
ગુજરાતમાં આજે 15 દર્દીના કોરોનાથી મૃત્યુ થયું છે, તો આજે વધુ 10,103 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. રાજયમાં કુલ એક્ટિવ કેસની સંખ્યામાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે. કુલ 129875 એક્ટિવ કેસ નોંધાયા છે, જેમાંથી 244 દર્દી વેન્ટિલેટર પર સારવાર લઈ રહ્યાં છે. રાજ્યમાં કુલ 9,05,833 દર્દી કોરોનાને માત આપી સ્વસ્થ થયા છે. તો રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 10,230 લોકોનું કોરોનાથી મૃત્યુ થયું છે.
BY ચિરાગ તડવી

