નવસારી: દક્ષિણ ગુજરાતના નવસારીમાં દિવસેને દિવસે વધતાં જતા કોરોના સંક્રમણને રોકવા માટે જિલ્લા વહીવટી તંત્ર યુદ્ધના ધોરણે કામગીરી આરંભી હોય તેમ શહેરી વિસ્તારમાં સુપર સ્પ્રેડર જેવા કે, શાકભાજી વિક્રેતાઓ, રિક્ષાચાલકો, ડાયમંડ વર્કર અને સુરત અપડાઉન કરતાં વર્ગ સહિત ભિક્ષુકો મળીને 3427 રેન્ડમ લોકોનું સ્ક્રીનીંગ કરવાની કામગીરી હાથ ધરી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ વર્તમાન સમયમાં નોંધાયેલા કેસોમાં મોટાભાગના દર્દીઓ હોમ આઈસોલેટ છે, પંરતુ સંક્રમણ પહેલી અને બીજી લહેર કરતા વધુ ઝડપથી ફેલાવવાના કારણે મોટા પ્રમાણમાં કેસો નોંધાય રહ્યા છે જિલ્લા વિકાસ અધિકારી અર્પિત સાગરે જિલ્લાની તમામ CHC,PHCની મુલાકાત લીધી છે અને તમામ દવા, ઓક્સિજન બેડ અને આઈસોલેશન સેન્ટરમાં જરૂરી સુવિધા ઉપલબ્ધ મથામણમાં પડયા છે.
હાલમાં જિલ્લામાં 10 જેટલા હેલ્થ સેન્ટરમાં ઓક્સિજન બેડની સુવિધા ઉભી કરાઈ છે. જેમાં હોમ આઇસોલેટ દર્દીઓની હોસ્પિટલાઇઝેશન પર આરોગ્ય વિભાગ દેખરેખ રાખી રહ્યું છે.

