ગુજરાત: રાજયભરમાં કોરોનાના કેસ બેકાબુ બનતા મોલ, સિનેમા, કોમશિયમ કોમ્પ્લેકસ, હોટલ-રેસ્ટોરન્ટ, પાનની દુકાન ફરી બંધ કરવાની ગંભીર વિચારણા હાથ ધરવામાં આવી છે. સંભવિત રવિવારે આ અંગે રાજય સરકાર દ્વારા સતાવાર જાહેરાત કરવામાં આવે તેવી સંભાવના દેખાય રહી છે.

ગુજરાતમાં કોરોનાની ગંભીર થયેલી સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે સરકારે જિલ્લા ક્લેક્ટરો અને મ્યુનિસિપલ કમિશનરો સહિતના અધિકારીઓ સાથે બેઠકોની ગોઠવણ કરવામાં આવી છે. જો શનિવાર સુધીમાં કોરોનાના કેસો આ જ ગતિએ વધતા રહેશે તો સરકાર રવિવારથી નિયંત્રણો વધુ કડક કરશે, જેમાં નાઇટ કફર્યુનો સમય રાતના 10ને બદલે 9થી સવારના 6 વાગ્યાનો કરી શકે, જયારે લગ્નોમાં મહેમાનોની છૂટ 150 છે તેમાં કડક પાલન કરાશે.

નવી ગાઇડલાઇન્સમાં ખાસ કરીને મોલ-મલ્ટિપ્લેકસ, કોમર્શિયલ કોમ્પ્લેકસ, હોટલ-રેસ્ટોરાં, પાનના ગલ્લાઓ અને ખાનગી ઓફિસોમાં કર્મચારીઓની સંખ્યા મર્યાદિત કરે તેવી શકયતાઓ છે. સરકારી અને ખાનગી ઓફિસોમાં 50 ટકા કર્મચારીઓ સાથે કામ કરવાની છૂટ આપવામાં આવી શકે છે. તેમજ 10 ઉપરાંત અન્ય શહેરોમાં નાઇટ કર્ફ્યુ લાદવામાં આવી શકે છે. હાલ સરકાર કોરોનાના કેસને લઈ ઊભી થયેલી પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. જો પ્રજા સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્ક જેવા નિયમોનું પાલન નહીં કરે તો સરકાર કેટલાક આકરા પ્રતિબંધો લગાવે તેવી પૂરી શક્યતા છે. બે દિવસ સુધી સરકાર સ્થિતિની સમીક્ષા કરશે અને ત્યાર બાદ કોવિડ ટાસ્ફોર્સના સૂચનો અને વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈ નિર્ણય કરશે.