ગુજરાત: આજરોજ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા લેબોરેટરી ટેકનીશીયનની ભરતી બહાર પાડવામાં આવી છે. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વર્ગ-3ની કુલ 317 ખાલી જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે. આ ભરતી માટે જીપીએએસબી દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે.

આ ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારોઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે જેની અંતિમ તારીખ 20-1-2022 છે. અરજી ઓજસ પરથી કરવાની રહેશે. આજે આ નોકરી માટે ઓનલાઇન અરજી કરવાની અંતિમ તારીખ છે. આ ભરતીમાં ગુજરાતના જુદા – જુદા જિલ્લાઓમાં વર્ગ-3 લેબોરેટરી ટેકનીશીયનની 317 જેટલી પોસ્ટ ખાલી જગ્યા ભરવામાં આવશે.

જેમાં અમદાવાદમાં 10, અમરેલીમાં 03, આણંદમાં 09, અરવલ્લીમાં 03, બનાસકાંઠામાં 37, ભરૂચમાં 14, ભાવનગરમાં 08, બોટાદમાં 02, છોટાઉદેપુરમાં 06, દાહોદમાં 30, ડાંગમાં 00, દેવભૂમિ દ્વારકામાં 10, ગાંધીનગરમાં 01 જગ્યા છે જ્યારે ગીર સોમનાથમાં 07, જામનગરમાં 06, જૂનાગઢમાં 02, કચ્છમાં 20, ખેડામાં 16, મહીસાગરમાં 16, મહેસાણામાં 07, મોરબીમાં 04, નર્મદામાં 04, નવસારીમાં 06, પંચમહાલમાં 10, પાટણમાં 16, પોરબંદરમાં 03, રાજકોટમાં 16, સાબરકાંઠામાં 12, સુરતમાં 10, સુરેન્દ્રનગરમાં 09, તાપીમાં 01, વડોદરામાં 08, વલસાડમાં 11 એમ કુલ 317 જગ્યાઓ ખાલી છે.