નર્મદા: નર્મદા જિલ્લામાં ઉતરાયણના તહેવાર બાદ કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે. 14 મી જાન્યુઆરી બાદ નર્મદા જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યા છે, અગાઉ 18 મી જાન્યુઆરીએ 48 કેસ આવ્યા હતા જ્યારે 19 મી જાન્યુઆરીએ કોરોના 84 કેસો નોંધાતા જિલ્લામાં ત્રીજી લેહેર બેકાબુ બની છે.

નર્મદા જિલ્લામાં 19 મી જાન્યુઆરી કોરોના વાયરસના જિલ્લામાં RTPCR ટેસ્ટમાં વધુ 25 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 59 સહિત કુલ-84 પોઝીટીવ કેસ નોંધાયા છે. રાજપીપલાની કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 08 દરદીઓને આજે રજા અપાઇ છે. આજની સ્થિતિએ હોમ આઇસોલેસનમાં 221 દરદીઓ સારવાર હેઠળ છે.

જિલ્લામાં તારીખ 19 મી જાન્યુઆરી, 2022 ના રોજ આરોગ્ય ટૂકડીઓ દ્વારા કુલ-31,724 વ્યક્તિઓનું ડોર-ટુ-ડોર સર્વે કરવામાં આવ્યું છે, જેમાં શરદી-ખાંસી, તાવ, ઝાડાના અને શ્વાસમાં તકલીફના કુલ-27 જેટલા દરદીઓ ચકાસણી દરમિયાન મળી આવતાં આ દરદીઓને જરૂરી સારવાર પુરી પાડવામાં આવી છે. RTPCR ટેસ્ટમાં 770 અને એન્ટીજન (રેપિડ) ટેસ્ટમાં 354 સહિત કુલ-1124 ટેસ્ટ સેમ્પલ ચકાસણી માટે એકત્ર કરાયેલ છે. નર્મદા જિલ્લાના જો કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન નહિ કરે તો હજુ વધુ કેસ નોંધાશે એવું લાગી રહ્યું છે.