કપરાડા: રાજ્યભરની સાથે વલસાડ જિલ્લામાં વધી રહેલા કોરોનાના કેસોને પગલે સરકાર સતર્ક બની છે અને કોરોના રોકવા માટે અનેકવિધ પગલાંઓ લઈ રહી છે ત્યારે વલસાડ જિલ્લા કલેકટર અને પોલીસ વડા દ્વારા પણ આરોગ્ય વિભાગ સાથે સંકલન કરી પગલાંઓ લેવાની શરૂઆત કરી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ ત્યારે કપરાડા તાલુકાના નાનાપોઢાં પોલીસ મથક ખાતે ઇન્ચાર્જ પી.એસ.આઈ ડી. આર. ભાદરકાએ તાલુકાના ડી.જે.એસોસિએશન સાથે બેઠક કરી સરકારની એસ.ઓ.પી અને કોરોના ગાઈડ લાઈન અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. અને રાત્રે 10 વાગ્યા બાદ લગ્ન પ્રસંગોમાં કોઈપણ સંજોગોમાં ડી.જે.વગાડી શકાશે નહીં, અન્યથા પોલીસ કડક કાર્યવાહી હાથ ધરશે.
કોરોનાના વધતાં સંક્રમણ અટકાવવા વિસ્તારરમાં લોક જાગૃતિ લાવવાની આપણી સૌની જવાબદારી છે એમ તેમણે જણાવ્યું હતું











