છોટાઉદેપુર: આજરોજ છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના જાતિના દાખલા અંગેનો વિવાદ વર્ષોથી ચાલી રહ્યો છે. જે અંગે કાયમી નિકાલ ન આવતા આદિવાસી સમાજમાં ભારે રોષ વર્તાઈ રહ્યો છે. આદિવાસીઓના જાતિના દાખલાઓનો પ્રશ્ન સરકાર ઉકેલી શક્તિ નથી. અને આદિવાસી ઓને હેરાનગતિ ભોગવવી પડે છે. જેને લઈ છોટાઉદેપુર જિલ્લો બંધ કરવાની લોકચર્ચા ઉઠી છે.
ગુજરાત વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવાએ ફોન ઉપર જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓ માટે જાતિની ચકાસણીના નામ પર જાતિ વિશ્લેષણ સમિતિ હેરાન કરે છે. સરકાર એક બાજુ હા પાડે છે. અને વિશ્લેષણ સમિતિ નોટિસો કાઢી કર્મચારીઓ અને નોકરી મેળવવા ઇચ્છુક છે કે જેમને નોકરી લાગી છે. અને હાજર નથી થયા તેઓને ટોર્ચર કરે છે. સરકારનો સુ આશય છે. આદિવાસીઓના દાખલા અટકાવવા પ્રયત્નો થઈ રહ્યા છે. સરકારની વિશ્લેષણ સમિતિ છોટાઉદેપુર જિલ્લા માટે ઓરમાયું વર્તન રાખે છે. જો સરકાર આદિવાસીઓને બાકાત રાખવા માંગતા હોય તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે તેમ જણાવ્યું હતું.
વિરોધ પક્ષના નેતાએ વધુમાં જણાવ્યું હતું કે છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી આગેવાનો પક્ષા પક્ષી છોડી સમાજ સાથે છે. જો 24 તારીખ સુધીમાં સરકાર સુ નિર્ણય લે છે. તેની રાહ જોવામાં આવશે જો સચોટ નિર્ણય નહિ આવે તો અમો છોટાઉદેપુર જિલ્લો બંધ રાખવાનું વિચારી રહ્યા છે.
BY નયનેશ તડવી











