વાંસદા: કોરોનાના કપરા કાળમાં વાંસદા તાલુકામાં ખુબ જ સાવચેતી લઇ લેવામાં આવી રહી છે ત્યારે ગઈકાલે વાંસદાના ઘણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોવીશિલ્ડ રસીકરણ આપવામાં આવશે તેની માહિતી પ્રસારિત કરવામાં આવી રહી છે.
Decision Newsને મળેલી માહિતી મુજબ બહેજ, તોરણવેરા, ખાનપુર, અંકલાછ, મોટીવાલઝર, ઘોડમાલ, કંડોળપાડા, ખાટાઆંબા, વાંસદા, હનુમાનબારી, માંનકુનીયા, ખબાલીયા, બારતાડ, વાંદરવેલા જેવા ગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોવીશિલ્ડ રસીકરણ આપવામાં આવશે
વાંસદા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર કોવીશિલ્ડ રસીકરણ ખાસ કરીને પહેલો અને બીજો ડોઝ ખાસ આપવામાં આવશે જેનું સમગ્ર આયોજન તાલુકા આરોગ્ય અધિકારી શ્રી વાંસદા, સરપંચશ્રીગ્રામ પંચાયત વાંસદા,તલાટી કમ મંત્રીશ્રી વાંસદા દ્વારા કરવામાં આવશે.











