નર્મદા: હાલમાં જ ગુજરાત ભાજપ સરકાર દ્વારા આદિવાસીઓ માટે અપમાનજનક ‘ઈસમો’ શબ્દ વાપરતા નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ દ્વારા કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું. અત્યારે આ મુદ્દે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આદિવાસી લોકોમાં આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.
ગુજરાત આદિજાતિ વિકાસ કોર્પોરેશન દ્વારા ગુજરાત સરકારની જાહેરાતમાં આદિવાસી સમાજ માટે ‛ઈસમો’ તરીકેનો અપમાન જનક શબ્દનો ઉલ્લેખ કર્યો છે જે બદલ આદિવાસી સમાજનું હળ હળતું અપમાન કરનાર ભાજપ શાસકનું વધુ એક કૃત્ય છે. અને નાગરિકની ઓળખ ઉપર પણ હુમલો છે. આદિવાસી સમાજની સંસ્કૃતિ ઓળખને નાસ કરવાનું ભાજપનું સુનિયોજીત કાવતરું વધુ એક વાર ખુલ્લું પડ્યું છે. વનબંધુ, વનવાસી, તથા હવે…. ઈસમો… કહી આદિવાસી સમાજની ઓળખ ભુસવાનું ભાજપ સરકાર લાંબા સમયથી પ્રયાસ કરી રહી છે. ગુજરાત આદિજાતિ કોર્પોરેશનની જાહેરાતમાં જે અધિકારીએ આદિવાસી સમાજ/નાગરિકો માટે અપમાનજનક શબ્દનો પ્રયોગ કર્યો છે તેમની સામે તાત્કાલિક પગલાં ભરવામાં આવે અને આદિવાસી સમાજ માટે અપમાન જનક શબ્દ બદલ ભાજપા સરકાર માફી માંગેએ માટે નર્મદા યુથ કોંગ્રેસ દ્વારા કલેક્ટરશ્રીને આવેદન આપવામાં આવ્યું તથા જો માંગ સ્વીકારવામાં નહિ આવે તો આવનાર સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હાતી.
જેમાં નર્મદા યુથ કોંગ્રેસ પ્રમુખ અજયભાઇ વસાવા, ઉપપ્રમુખ પ્રણવભાઈ વસાવા, નાંદોદ વિધાનસભા ઉપપ્રમુખ નીતિન વસાવા, જિલ્લા મહામંત્રી જયેશ વસાવા, મેહુલ પરમાર, પ્રદીપ વસાવા, તથા સંજયભાઈ વસાવા, જે.ડી વસાવા, પ્રતીક વસાવા, વિરલ વસાવા સહીત યુવા કાર્યકરો હાજર રહ્યા હતા..

