આરોગ્ય: આપણે ત્યાં લોકો બજારમાં સરળતાથી ઉપલબ્ધ બનતા બીટને સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવતું હોય છે. બીટના સેવનથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે. બીટમાં પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન બી-6 જેવા ઘણા પોષક તત્વો મળી આવે છે, જે આપણને સ્વસ્થ રાખવા માટે જરૂરી માનવામાં આવે છે.
સામાન્ય રીતે જોઈએ તો આપણે ઉનાળામાં બીટનું વધુ સેવન કરતાં હોઈએ છીએ પરંતુ બીટ સ્વાસ્થ્ય માટે જેટલું ફાયદાકારક છે એટલું જ અમુક લોકો માટે નુકશાનકારક પણ છે. આવો જોઈએ કેવા લોકોએ બીટનું સેવન કરવાનું ટાળવું જોઈએ તો એક લો બ્લડ પ્રેશરના દર્દીઓ માટે બીટ ખૂબ જ નુકસાનકારક સાબિત થાય છે. બીટમાં નાઈટ્રેટનું પ્રમાણ વધુ હોય છે. જેને પાચન તંત્ર નાઈટ્રિક ઓક્સાઈડમાં ફેરવે છે. આ ઘટક રુધિરવાહિનીઓને આરામ આપે છે અને વિસ્તરે છે, જે બ્લડ પ્રેશરને વધુ ઘટાડે છે. આવી સ્થિતિમાં લો બ્લડ પ્રેશરના દર્દીઓએ બીટનું સેવન ટાળવું અને બીજું પથરીમાં બીટનું સેવન કરવું કોઈ જોખમથી ઓછું નથી. બીટમાં ઓક્સાલેટની માત્રા ઘણી વધારે હોય છે, જેના કારણે કિડનીમાં પથરીની સમસ્યા વધુ ગંભીર બની શકે છે.
આ ઉપરાંત ડાયાબિટીસના દર્દીઓએ બીટ ખાવાનું ટાળવું જોઈએ. જેના કારણે સુગરના દર્દીઓની ચેતાના નુકસાનનો ખતરો રહે છે. અને બીટના સેવનથી ત્વચા પર ફોલ્લીઓ, શિળસ, ખંજવાળ, શરદી અને તાવ. કેટલાક લોકોમાં બીટનો રસ પીવાથી અવાજની દોરીઓ સંકોચાઈ જાય છે. જો તમને આ બધી સમસ્યાઓ હોય તો પણ સેવન ટાળવાની સલાહ આરોગ્યના નિષ્ણાતો આપે છે.
![](https://decisionnews.in/wp-content/uploads/2021/07/adivasi-bank-add-change-1.gif)
![](https://decisionnews.in/wp-content/uploads/2021/02/Narsari-buttom_.gif)