ચીખલી: હાલમાં ચીખલી તાલુકાના સુરખાઈથી અનાવલ જતા રોડે ચાલતાં CNG પાઈપ લાઈનની કામગીરીથી માર્ગને નુકશાન, વાહન ચાલકો ને રોડ પર ઠલવાતા માટીના ઢગથી અકસ્માતનો ભયનું વાતાવરણ સર્જાયું છે એમ કહેવામાં કોઈ જ ખોટું નથી.
Decision Newsને મળેલી માહિતી મુજબ સુરખાઈ ભિનાર રોડ પર ચાલતું CNG પાઈપ લાઈનનું કામ ચાલું છે. આ દરમિયાન એજન્સી ધારકો દ્વારા માટી રોડ પર નાખવામાં આવે છે. અને જેના કારણે રોડને નુકશાન પહોંચાડી રહ્યા છે. રોડ પર માટી નાખવાને કારણે અકસ્માતના બનાવો થયા હતા. આ બાબતની જાણ R&B ના અધિકારીઓ ઊંઘમાંથી જાગ્યા હતા. આ માટી હટાવી લેવામાં આવી હતી, પણ હાલ આ કામગીરી યથાવત છે. રોડ પર માટી નાખવામાં આવી રહી છે. આ માર્ગ પર હાલ ચાલતું કામ કોઈપણ જાત જાતના ડ્રાઈવરઝન કે કામ ચાલુ છે.
એ દર્શાવતું કોઈ પણ જાતનું બોર્ડ મૂકવા વગર કામ કરતાં નજરે પડી રહ્યા છે. તેની બોલતી તસ્વીર જોય શકાય છે. કોઈ મોટો અકસ્માત સર્જાયો હોય તો. એનો જવાબદાર કોણ ? એનો જવાબદાર R & M અધિકારીને માનવા કે પછી એજન્સી ? ત્યારે આ કામગીરી પર અનેક પ્રશ્નાર્થ ઊભા થઈ રહ્યા છે. આ એજન્સી સરકારી અધિકારીઓનું પણ નથી માની રહી કે પછી એજન્સી અને સરકારી અધિકારીઓની આ કામગીરીમાં સાતગાંઠ છે. અધિકારીઓ વારંવાર આ મુદ્દો પ્રકાશિત કર્યા બાદ પણ શા માટે કોઈ જ કાર્યવાહી નથી કરી રહ્યા.