સુબીર: કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે પ્રજાજનોને સુરક્ષિત કરી શકાય તે માટે રાજ્ય સરકારે તા.10મી જાન્યુ-2022થી પ્રિકોશન ડોઝ આપવાની શરૂઆત કરી છે. જે મુજબ ડાંગ જિલ્લામાં પણ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તેવામાં ડાંગ જિલ્લાનાં આહવા સ્થિત સિવિલ હોસ્પિટલ અને દસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ખાતે હેલ્થ કેર વર્કર, ફ્રન્ટલાઇન વર્કર અને 60 વર્ષથી ઉપરનાં વ્યક્તિઓને કોરોનાનાં પ્રિકોશન ડોઝ આપવામાં આવી રહયા છે.

Decision Newsને મળેલી જાણકારી મુજબ આજરોજ આહવા ખાતેની સિવિલ હોસ્પીટલમાં હિન્દુસ્તાનનાં હિન્દુ સમ્રાટ અને ભારતભરમાં ધર્માનતરણ પ્રવૃત્તિ પર રોક લગાવનાર શબરીધામ સુબિરનાં સ્વામી અસીમાનંદજીએ પ્રિકોશન ડોઝ લીધો હતો.હિન્દૂ સમ્રાટ સ્વામીજી અસીમાંનદે પ્રિકોશનનો પ્રથમ ડોઝ લેતા અન્ય ભાવિક ભક્તો પણ આકર્ષિત થયા હતા.

આ વેળાએ સ્વામી અસીમાનંદે જણાવ્યુ હતુ કે કોરોનાને પ્રવેશતો અટકાવવા માટે પાત્રતા ધરાવતા સૌ વ્યક્તિઓએ રસીનાં બન્ને ડોઝ લેવા સાથે 15 થી 18 વર્ષનાં તરૂણોને અપાતી રસીકરણનો લાભ લેવા,અને હવે પ્રિકોશન ડોઝનાં લાભાર્થીઓને સત્વરે રસી લઈ લેવાનો અનુરોધ કર્યો છે.