નવીન: થોડા દિવસો પહેલાં એટલે કે 9 જાન્યુઆરીએ સાવિત્રીબાઈ ફુલેના મહિલાઓ, વંચીતો અને પીડિતોને શિક્ષિત કરવાની દોડમા સાથ આપનાર ભારતના પ્રથમ મુસ્લીમ મહિલા શિક્ષિકા ફાતિમા શેખની 191ની જન્મજયંતી આખા દેશમાં જાગૃત મહિલાઓ દ્વારા મનાવવામાં આવી હતી.

દલિતો અને મહિલાઓને શિક્ષણ આપવાની ક્રાંતિ કરનાર મહાત્મા ફૂલેને પોતાના ઘરમાં સહારો આપનાર ફાતિમા શેખ અને તેમના ભાઈ ઉસ્માન શેખ હતા જ્યારે મહાત્મા ફૂલેને કન્યા શાળા માટે મકાન નહોતું મળતું ત્યારે શાળા માટે પોતાનું મકાન ભાડે પણ ફાતિમા શેખે જ આપ્યું હતું અને જ્યારે મહાત્મા ફૂલેની શાળામાં દલિતો અને પછાતોને ભણાવવા માટે કોઈ રાજી ન હતું ત્યારે અછૂતોને ભણાવવા રાજી થનાર શિક્ષિકા પણ ફાતિમા શેખ બન્યા હતા

આ ઉપરાંત રૂઢી ચુસ્ત સમાજમાં મહિલાઓને ભણવા મોકલવામાં ન આવતી ત્યારે ફાતિમા શેખ ઘરે ઘરે જઈ સમજાવીને પોતાની બાળકીઓને શાળાએ મોકલવા માટે લોકોને જાગૃત કરનાર પણ એજ હતા એમને અછુતો અને મહિલાઓને ભણાવવા પાપ ગણાતું ત્યારે તેમના શિક્ષણ માટે રૂઢીચુસ્તોના પથ્થરો ખાધા હતા. ખરેખર ફાતિમા શેખ ઇતિહાસનું એક અગત્યનું અને અમર પાત્ર છે.