વઘઈ: આદિવાસી વિસ્તારોમાં જે અમુક ટ્રસ્ટો સતત કાર્યશીલ રહેતા હોય છે તેમાં એક ડાંગ જિલ્લામાં આદિવાસી સમાજના ઉત્થાનમાં કાર્ય કરતુ નેહરુ યુવા કેન્દ્ર છે તેના દ્વારા ગતરોજ ડાંગનાં નેજા હેઠળ વઘઈ ખાતે બ્લોક કક્ષાની રમતગમત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું.

Decision Newsને પ્રાપ્ત વિગતો અનુસાર નેહરુ યુવા કેન્દ્ર ડાંગનાં નેજા હેઠળ વઘઈ તાલુકાનાં ગામડાઓ માટે વઘઈ ખાતે બ્લોક કક્ષાની રમતગમત ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યુ હતુ.અહી વોલીબોલ,કબડ્ડી,લાંબી કૂદ,100 મીટર દોડ અને ટગ ઓફ વોર જેવી રમતો રમાઈ હતી.આ ઈવેન્ટમાં વઘઈ તાલુકાનાં સ્પર્ધકોએ ભાગ લીધો હતો.અહી રમતવીરોએ વિવિધ રમતોમાં પોતાની પ્રતિભા અને કૌશલ્ય દર્શાવ્યુ હતુ.

આદિવાસી યુવાનોમાં રમતગમતના કૌશલ્યોનો વિકાસ થાય અને શારીરીક અને માનશીક રીએ સ્વસ્થ બની પોતાના ધ્યેય તરફ યુવાધન આગળ વધે એવા પ્રયાસો નેહરુ યુવા કેન્દ્ર ડાંગ દ્વારા નિરંતર કરવામાં આવી રહ્યા છે.