કપરાડા: વલસાડ જિલ્લામાં કોરોનાનો મહાવિસ્ફોટ છતાં કપરાડા તાલુકાના નાનાપોઢાંના સી.એચ.સી.માં લગાવવામાં આવેલા ઓક્સિજન પ્લાટ હજુ સુધી તેનું ઉદ્ઘાટન કરી તેને કાર્યરત કરવામાં આવ્યું નથી જેના કારણે લોકો આક્રોશમાં આવી રહ્યા હતા.
Decision Newsને મળેલી માહિતી મુજબ કોરોનાની પહેલી લહેર દરમિયાન વલસાડના આદિવાસી વિસ્તારના કપરાડા તાલુકાના નાનાપોઢાં ખાતે સી.એચ.સી.માં લગાવવામાં આવેલા ઓક્સિજન પ્લાટ હજુ સુધી તેનું ઉદ્ઘાટન થયું નથી કોણ જાણે કેમ તંત્ર હજુ કોની રાહ જોવે છે એક તરફ જિલ્લામાં કોરોનાનો મહાવિસ્ફોટ થયો છે અને બીજી ઑક્સીજનના અભાવમાં કોઈના જીવ જાય એની રાહ જોઈ તંત્ર સ્થાનિક લોકો સાથે ખિલવાડ કરી રહ્યું હોય એમ લાગી રહ્યું છે.
હવે જોવું એ રહ્યું કે નાનાપોઢાં ખાતે સી.એચ.સી.માં લગાવવામાં આવેલા ઓક્સિજન પ્લાટ કેટલો જલ્દી શરૂ થાય છે અને ન શરૂ થાય તો લોક નિર્ણય શું હશે..











