વાંસદા: હવે જાગૃત આદિવાસી લોકો પોતાના સમાજના ખોવાયેલા અને દબાયેલા ગૌરવવંતા ઇતિહાસને સામે લાવી રહ્યા હોય તેમ  ગતરોજ ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં લોકો દ્વારા 9 જાન્યુને ઉલગુલાન દિવસના રૂપમાં ઉજવવામાં આવ્યો હતો

Decision Newsને મળેલી માહિતી મુજબ 9 જાન્યુ 1900માં રઈબ રકબ ડોબારી પહાડી પર બિરસા મુંડાને પકડવા આવેલી અંગ્રેજ પોલીસે પહાડી [પર અચાનક હુમલો કર્યો  આદિવાસી લોકોએ પોતાના કુલ્હાડી,ગુલેલ અને તીર કાંમઠા તે સમયના આધુનિક હથિયારો થી લેસ દુનિયાની સૌથી તાકાતવાર કહેવાતી અંગ્રેજ પોલીસ સાથે લડાઈ લડી પોલીસ ની બંદુકની ગોળીઓ થી હજારો આદિવાસીઓ ઘાયલ અને શહીદ થયા માત્ર એક આદિવાસીને ગિરફ્તાર કરી શકાયો ત્યારથી 9 જાન્યુ.ને ઉલગુલાન દિવસના રૂપમાં મનાવવામાં આવે છે

વાંસદાના આદિવાસી આગેવાન ચિરાગ પટેલનું કહેવું છે કે આ દેશના પાયામાં દફન થયેલા આપણા પૂર્વજોના ઈતિહાસને ભલે સરકારી ઇતિહાસના પુસ્તકોમાંથી ગાયબ કરી દેવામાં આવ્યા હોય પરંતુ આપણે એના વંશજ ઈતિહાસને ફરીથી લખી એને સજીવન કરીશું.