નર્મદા: BTPના ધારાસભ્યો પિતા-પુત્ર છોટુ વસાવા અને મહેશ વસાવા વિરુદ્ધ આદિવાસી ડોવરી ભાષામાં ગવાયેલું એક ભજન છોટુ વસાવા-મહેશ વસાવાને ચોર, ડાકુ તરીકે સંબોધિત કરાતા સોશિયલ મીડિયામાં વાયરલ થતા એમના સમર્થકોમાં ભારે રોસ ફેલાયાના સમાચાર વેહેતા થયા છે.

દિવ્ય ભાસ્કરમાં છપાયેલા અહેવાલ મુજબ નર્મદા જિલ્લા BTP પ્રમુખ બહાદુર વસાવાએ આ ભજન ગાનાર અને વાયરલ કરનાર લોકો વિરુદ્ધ કાર્યવાહીની માંગની સાથે એમ પણ કહ્યુ છે કે આ કૃત્ય કરનાર સાથે જો કોઈ અનિચ્છનીય બનાવ બને તો એની BTP-BTTS ની કોઈ જવાબદારી રહેશે નહિ. વધુમાં જણાવ્યું છે કે 29 ડિસેમ્બર 2021નાં રોજ પીપલોદ ગામનાં મંદિર ફળિયામાં જાન્યા ઉબડીયા વસાવાના પત્નીનો બારમાની વિધિ હતી અને એ પ્રસંગે ભજનનો કાર્યક્રમ હતો. જુઓ વિડીયો…

 

આ ભજનમાં ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા અને ડેડીયાપાડાના ધારાસભ્ય મહેશ વસાવા “ચોર અને ડાકુ છે અને એમની ગાડી ચેક કરો તો એક બોક્ષ બીયર, અને એક બોક્ષ કોટારીયા નીકળે” તેવી સ્થાનિક આદિવાસી ડોવરી ભાષામાં ઉપજાવી કાઢેલું ભજન જાહેર મંચ પર ગાઈ વિડીયો બનાવી માલસામોટના નરેશ પુનિયા વસાવાના મોબાઈલ દ્વારા સોશિયલ મીડીયામાં વાઈરલ કરાયો છે.