ચીખલી: આજરોજ ચીખલી તાલુકાના સુરખાઈ જ્ઞાનકિરણ ધોડિયા સમાજ ભવન ખાતે જિલ્લા કક્ષાની પશુપાલન શિબિર કમ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં ચીખલી, ખેરગામ અને વાંસદા તાલુકાના પશુપાલકો ખૂબ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને દરેક તાલુકામાંથી આવેલ પશુપાલકોને સિલ્ડ અને ઈનામ આપવામાં આવ્યું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ચીખલી, ખેરગામ, વાંસદામાંથી બે પશુપાલકો જેમાંથી જે પ્રથમ આવનારા પશુપાલકને સીલ્ડ અને દશ હજાર આપવામાં આવ્યા અને દ્રિતીય નંબર પર આવનારાને પાંચ હજાર આપવામાં આવ્યા આ પ્રસંગે ડૉ. એમ.સી.પટેલ નાયબ પશુપાલન નિયામકશ્રી જીલ્લા પંચાયત નવસારી, ડૉ. ડી.બી.ઠાકોર નાયબ પશુપાલન નિયામકશ્રી વેટ. પોલી નવસારી, ડૉ. એસ.પી ગાંવિત નાયબ પશુપાલન નિયામકશ્રી દા.પ.સુ.પો નવસારી, ડૉ. વી.વી.ઓઝા નાયબ પશુપાલન નિયામકશ્રી પ.રો.અ એકમ નવસારી, ડૉ. હર્ષિલ ઠાકોર મદદનીશ પશુપાલન નિયામકશ્રી દ.પ.સુ.યો નવસારી, ડૉ. એમ.જી. પ્રજાપતિ નિવૃત્ત પશુપાલન નિયામકશ્રી નવસારી, ડૉ. કલ્પેશ પટેલ પશુચિકિત્સા અધિકારી ચીખલી, ડૉ. યોગેશ પટેલ પશુચિકિત્સા અધિકારી રાનકુવા, જીતેન્દ્ર બાલવાવી પશુચિકિત્સા અધિકારી ખેરગામ, ડૉ. યશ પટેલ પશુચિકિત્સા અધિકારી વાંસદા, ડૉ. હિતેશ પટેલ પશુચિકિત્સા અધિકારી લીમઝર, ડૉ, નીરલ પટેલ પશુચિકિત્સા અધિકારી નવસારી આ તમામ પશુધન નિરીક્ષકશ્રીઓ. પદાધિકારીઓ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી – શ્રી ભીખુભાઈ આહીર, પશુપાલન સમિતિ અધિકારીશ્રી – શ્રી પરિમલ પટેલ, બાંધકામ સમિતિ અધ્યક્ષશ્રી – શ્રીમતિ દીપાબેન પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ચીખલી – શ્રીમતિ કલ્પનાબેન પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી નવસારી – ડૉ. અમિતાબેન પટેલ, જિલ્લા પંચાયત સદસ્યશ્રીઓ શ્રીમતિ રમીલાબેન પટેલ, શ્રી. પરેશકુમાર દેસાઈ, શ્રી. નિકુંજ પટેલ જેવા પશુપાલન સાથે જોડાયેલા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. જુઓ વિડીયોમાં..
આ કાર્યક્રમમાં પશુપાલનના વિષયો પશુ આહાર, પશુ આરોગ્ય, પશુ સંવર્ધન, યોજનાકીય માહિતી આ વિષયો પર ઉપસ્થિત પશુ ચિકિત્સકોઓ દ્વારા આપવામાં આવી હતી.

