વાંસદા: આત્મહત્યા કે હત્યા ? પોલીસ તપાસ ચાલુ છેલ્લા કેટલાક સમયથી વાંસદા તાલુકામાં આત્મહત્યાના કિસ્સાઓ વધી રહ્યા છે ત્યારે ગઈ કાલે વાંસદા તાલુકાના નિરપણ ગામની 16 વર્ષીય તરૂણીની લાશ ચોરવણીના ડુંગર ઉપર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી.
અનુમાન અને સ્થાનિક લોકો કહી રહ્યા છે તે મુજબ આ તરુણીની લાશને લગભગ ૧૦ દિવસ થી વધારે થઇ ગયા હતા તેથી આખું શરીર બળી ગયું હોય એમ કાળું થઇ ગયું હતું. વાંસદાના નિરપણ ગામના ઉપલા ફળિયામાં રહેતા બેડુભાઈ રામજીભાઈ પવારની દીકરી રંગીલાબેન બેડુભાઈ પવાર 26મી ડિસેમ્બરે સાંજે 5 કલાકે ઘરેથી કોઈને કહ્યા વગર નીકળી ગઈ હતી. મજુરી કરી જીવન ગુજરાન ઘરેથી ચલાવતા પરિવારને થયું કે કોઈ સાથે કામ પર જતી રહી હોય પણ તેના મોબાઈલ પર એક કરતા ઘણીવાર સંપર્ક કરવાની કોશિશ કર્યા છતાં ફોન રિસિવ ન કરતાં પરિવારને શંકા પડી અને પરિવાર દ્વારા શોધખોળ કરવામાં આવી હતી પણ તરુણીનો પત્તો લાગ્યો ન હતો
પરંતુ 4 જાન્યુઆરીના સમયગાળા દરમિયાન તેણીએ ચોરવણી ગામના જંગલમાં ડુંગર ઉપર કોઈ અગમ્ય કારણસર ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી મૃતકના ઘરવાળાઓએ પહેરેલા કપડાં ઉપરથી તેને ઓળખી કાઢી હતી. આ વાતની ખબર પડતાં ગામમાં ચર્ચા વંટોળ શરુ થઇ ગયા હતા અને આત્મહત્યા કે હત્યા ના અસમંજસ વચ્ચે મૃતકના પિતા બેડુભાઈ પવારે વાંસદા પોલીસ મથકે ફરિયાદ લખાવી છે. પોલીસે અકસ્માતનો ગુનો નોંધ્યો છે હવે જોવું રહ્યું કે આ ઘટનાનો સાચો ચિતાર પોલીસ સ્થાનિક લોકોને ક્યારે જણાવે છે.

