નર્મદા: ગુજરાત પ્રદેશ ભારતીય ટ્રાયબલ ટાઇગર સેનાનાના ગુજરાત પ્રમુખ અને નર્મદા જિલ્લા બી.ટી.પી આગેવાન ચૈતર વસાવાને નર્મદા જિલ્લા પોલીસે એક જિલ્લા નર્મદા જિલ્લા માટી તડીપાર કર્યા છે. હાલ ચૈતર વસાવા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ચંદેરીયા ખાતે છે. મહત્વનું છે કે ચૈતર વસાવા વિરુદ્ધ છેલ્લા એક વર્ષ દરમિયાન ડેડિયાપાડામાં 3, રાજપીપળામાં 1 અને કેવડિયામાં 1 એક ફૂલ 5 ગુના નોંધાયા છે.
મળતી માહિતી મુજબ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન ડેડીયાપાડાના બોગજ ગામે બે રાજકીય પક્ષો સામ સામે આવી ગયા હતા, જેમાં ભાજપ સાંસદ મનસુખ વસાવાનો સાળો ઘાયલ થયો હતો. આ ગુનામાં ચૈતર વસાવા સહિત અન્ય લોકો વિરુદ્ધ મારમારી અને લૂંટનો ગુનો નોંધાયો હતો. આ ઘટના બાદ મનસુખ વસાવા અને નર્મદા જિલ્લા ભાજપના આગેવાનોએ ચૈતર વસાવા વિરુદ્ધ રજૂઆતો પણ કરી હતી. આ જ ગુનાની તપાસ માટે ચૈતર વસાવાને ડેડીયાપાડા પોલીસ મથકમાં બોલાવાયા હતા એ દરમિયાન જ એમને તડીપાર કરી દેવાયા હતા.

