ડાંગ: દક્ષિણ ગુજરાતના અંતરિયાળ વિસ્તારમાં આવેલા ડાંગનાં જિલ્લાના વઘઇ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા કોરોનામાં મૃત્યુ પામનારનાં પરિવારજનોને સહાય મળી રહે તે માંગને લઈને ગતરોજ તાલુકા કચેરીમાં મામલતદાને આવેદન પત્ર આપ્યું.

Decision Newsને મળેલી માહિતી મુજબ કોરોનાની મહામારીમાં ડાંગ જિલ્લાનાં લોકોને રક્ષણ મળવુ જરૂરી છે.તથા કોરોના વાયરસનો ઝડપી ફેલાવો રોકવા માટે ડાંગમાં તાત્કાલિક ધોરણે તંત્ર દ્વારા પગલા ભરવા જોઈએ.કોરોનાની મહામારીમાં મૃત્યુ પામનારનાં પરિવારજનોને ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2003 તથા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 અંતર્ગતની જોગવાઈ મુજબ કુદરતી આપદા સમયે રાહત તથા સહાયનાં 4 લાખ રૂપિયાની સહાય મળવી જોઈએ.જે મુદાઓને લઈને વઘઇ તાલુકા કૉંગ્રેસ સમિતિએ વઘઈ તાલુકા મામલતદારને આવેદનપત્ર સુપ્રત કર્યું હતુ.

આ આવેદનપત્ર આપતી વેળાએ ડાંગનાં પ્રભારી વાંસદાનાં ધારાસભ્ય અનંતભાઈ પટેલ,ડાંગનાં કૉંગ્રેસ સમિતિનાં પ્રમુખ મોતીલાલ ચૌધરી,પૂર્વ પ્રમુખ ગૌતમભાઈ પટેલ,પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી તબરેઝ અહેમદ(બબલુ),ખલપાભાઈ ચૌધરી વઘઈ તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગમનભાઈ ભોયે,યુથ કોંગ્રેસ પ્રમુખ રાકેશ પવાર વિધાનસભા સોશિયલ મીડિયા ઇન્ચાર્જ તુષાર કામડી અને કોંગ્રેસી કાર્યકરો હાજર રહ્યા હતા..